નવી દિલ્લીઃ હિમાચલ પ્રદેશમાં એક પર એક ખુબ જ સુંદર ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. હિમાચલ પ્રદેશના હિલસ્ટેશનો પર ઉનાળામાં સૌથી વધુ ટૂરિસ્ટ આવતા હોય છે. દેશ દુનિયાના ટૂરિસ્ટ અહીં આવીને સુંદર પહાડ, ઘાટી, નદી તેમજ હરિયાળીથી ભરેલા જંગલોને એક્સપ્લોર કરતા હોય છે. હિમાચલ પ્રદેશમાં આપ ટ્રેકિંગ, કેંપિંગ, પેરાગ્લાઈડિંગ એક્ટિવિટીની સાથે સાથે રૉક ક્લાઈમ્બિંગ પણ કરી શકાય છે. અને વાત જ્યારે હનીમુન માટે કપલ્સની આવે ત્યારે મોટા ભાગે લોકો હિમાચલ પ્રદેશને જ પસંદ કરતા હોય છે. અને તેનું કારણ છે પ્રાકૃતિક સુંદરતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિમાચલ પ્રદેશની નદીઓ, ઉંચા પહાડ, પ્રાચીન મંદિરો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે. આ સિવાય પણ હિલસ્ટેશન પરની શાંતિ અને સૂકુન લોકોને પસંદ આવે છે. જ્યારે શહેરોમાં ભીષણ ગરમી પડતી હોય છે ત્યારે પણ હિમાચલ પ્રદેશના હિલસ્ટેશન પરનું વાતાવરણ ઠંડું રહે છે. જે પ્રેમીઓને ખુબ આકર્ષે છે. જો તમે પણ હિમાચલ પ્રદેશમાં હનુમૂન કરવા ઈચ્છો છો તો જાણી લો ક્યાં ક્યાં જઈ શક્શો તમે.


શિમલા-
શિમલા હિમાચલ પ્રદેશની સૌથી સુંદર રોમેન્ટિક જગ્યાઓમાંથી એક છે. હનીમૂન માટે દૂર દૂરથી લોકો શિમલા આવતા હોય છે. તેવામાં બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન માટે આ હિલ સ્ટેશન ભારતના સૌથી લોકપ્રીય હિલસ્ટેશનમાંથી એક છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા સમુદ્રી તટથી 2200 મીટરની ઉંચાઈ પર છે. તમે પણ અહીં હનીમૂન માટે જઈ શકો છો.


સોલંગ વૈલી-
શિમલાની સાથે કપલ્સ સોલંગ વેલીમાં હનીમૂન માટે જતા હોય છે. આ પણ હિમાચલના ટોપ સ્થળોમાંથી એક માનવામાં આવે છે. સોલંગ વેલી કુલ્લુ  ઘાટી પર સ્થિત છે. અહીં કપલ્સ પેરાશૂટિંગ, પેરાગ્લાઈડિંગ, સ્કેટિંગ, કેમ્પિંગ અને ટ્રેકિંગ કરતાં હોય છે.


મનાલી-
મનાલીને પણ કપલ્સ માટે બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન માનવામાં આવે છે. આ હિમાચલના બેસ્ટ ટૂરિસ્ટ સ્પૉટમાં સામેલ છે. આ હિલ સ્ટેશન ચારેય તરફથી હરિયાળીથી ઘેરાયલું છે. ટૂરિસ્ટ કે કપલ્સ અહીં પ્રકૃતિનો અદભૂત નજારો, ધરણા, તળાવ અને નદીઓ જોવા માટે આવતા હોય છે. આ સિવાય ટ્રેકિંગ, રાફ્ટિંગ અને રૉક ક્લાઈમ્બિંગ એક્ટિવિટી પણ કરતાં હોય છે.


ધર્મશાળા-
ધર્મશાળા ખુબ જ સુંદર જગ્યા છે. ટૂરિસ્ટ કે પછી કપલ્સ અહીં હનીમૂન માટે આવી શકે છે. આ સિવાય ચૈલ પણ બેસ્ટ ડેસ્ટિનેશન છે.